લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 12 માર્ચ, 2015

સોમવાર, 6 જાન્યુઆરી, 2014

એક નાની વાર્તા
"પપ્પા , તમને એક કલાકના કેટલા રૂપિયા મળે?"પપ્પા કામ પરથી રાતે ઘેર પાછાંઆવ્યા ત્યારે નાનકડા દીકરાએ અહોભાવથી દબાતા અવાજે પૂછ્યું.
દીકરાએ જે પૂછ્યું એથી પિતાને ઘણું આશ્ચર્ય થયું તેમણે કડકાઈ થી કહ્યું;"જો તારી મમ્મીને પણ ખબર નથી કે મને શું મળે છે.મારું માથું ન ખા. હું થાકી ગયો છું."
પણ પપ્પા મને આટલું તો કહોને. તમને એક કલાકનું શું મળે છે?દીકરાએ આગ્રહ પૂર્વક આજીજી કરી.
અંતે પપ્પાએ નમતું મુક્યું :કલાકના રૂ- ૧૦૦.
ઓ કે પપ્પા, તમે મને ઊછીના રૂ-૫૦ આપશો?છોકરાએ પૂછ્યું.
આ સાંભળી ખરેખર પરેશાન થયેલા પિતાએ કંટાળીને ઊંચા અવાજે કહ્યું:
"તું આટલા માટે જ મને પૂછતો હતોને કે મને શું મળે છે?.જા સુઈ જા. હવે મને વધારે હેરાન ન કર."
પછી છોકરો તો સુઈ જવા એની રૂમમાં ગયો.રાતનું અંધારું ક્યારનું પથરાઈ ગયું હતું.પિતા સુઈ જવા એમની રૂમ માં તો ગયા પણ એમને છોકરાને જે કહ્યું હતું એ વિશે વિચારે ચડ્યા.છોકરાની લાગણી દુભાવ્ચ્યાનો પસ્તાવો થયો.છોકરાને કઈક લેવું હશે એટલે એણે રૂપિયા માંગ્યા હશે.
પછી મનનો ભાર હળવો કરવા પિતા દિકરા ની રૂમ માં ગયાને પૂછ્યું, "બેટા સુઈ ગયો?"
અર્ધી ઊંઘ માં છોકરાએ જવાબ આપ્યો:"નાં પપ્પા,કેમ?"
"લે આ રુ-૫૦ તારે જોઈતા'તાને?પિતાએ કહ્યું.
"થેંક્સ,પપ્પા" આનંદમાં આવી ગયેલા છોકરાએ પછી એના ઓશિકા નીચે હાથ નાખી થોડા રૂપિયા કાઢ્યા અને પિતાને કહ્યું;"હવે મારી પાસે પુરતા રૂપિયા થઈ ગયા રૂ- ૧૦૦.
દીકરા સામે એકીટશે જોઈ રહેલા પિતાને દીકરાનું કહેવું સમજાયું નહી.
"પપ્પા,લો આ ૧૦૦ રૂપિયા એના બદલામાં મને તમારો એક કલાક આપોને"

શુક્રવાર, 27 ડિસેમ્બર, 2013

જીવન જીવવાની જડીબુટ્ટી….
:::::::::::::::::::::::::::::::::::::::::
. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

. દરરોજ કલાક ઊંધો.

. જોશ, ઉત્સાહ અને કરૂણા ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં .

. નવી રમતો શિખો/રમો.

. ગયા વર્ષે કરતાં વર્ષે વધારે પુસ્તકો વાંચો.

. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો .

. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય હોય તો અઠવાડિએ .

. જાગતાં સપનાં જુઓ.

૧૦. પ્લાન્ટ ( ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ ( છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ /પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો .

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી .

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. જડીબુટ્ટીઓનું સેવન કરો અને Share કરી સગા વ્હાલાઓને પણ જણાવો.