લોકપ્રિય પોસ્ટ્સ

સોમવાર, 6 જાન્યુઆરી, 2014

એક નાની વાર્તા
"પપ્પા , તમને એક કલાકના કેટલા રૂપિયા મળે?"પપ્પા કામ પરથી રાતે ઘેર પાછાંઆવ્યા ત્યારે નાનકડા દીકરાએ અહોભાવથી દબાતા અવાજે પૂછ્યું.
દીકરાએ જે પૂછ્યું એથી પિતાને ઘણું આશ્ચર્ય થયું તેમણે કડકાઈ થી કહ્યું;"જો તારી મમ્મીને પણ ખબર નથી કે મને શું મળે છે.મારું માથું ન ખા. હું થાકી ગયો છું."
પણ પપ્પા મને આટલું તો કહોને. તમને એક કલાકનું શું મળે છે?દીકરાએ આગ્રહ પૂર્વક આજીજી કરી.
અંતે પપ્પાએ નમતું મુક્યું :કલાકના રૂ- ૧૦૦.
ઓ કે પપ્પા, તમે મને ઊછીના રૂ-૫૦ આપશો?છોકરાએ પૂછ્યું.
આ સાંભળી ખરેખર પરેશાન થયેલા પિતાએ કંટાળીને ઊંચા અવાજે કહ્યું:
"તું આટલા માટે જ મને પૂછતો હતોને કે મને શું મળે છે?.જા સુઈ જા. હવે મને વધારે હેરાન ન કર."
પછી છોકરો તો સુઈ જવા એની રૂમમાં ગયો.રાતનું અંધારું ક્યારનું પથરાઈ ગયું હતું.પિતા સુઈ જવા એમની રૂમ માં તો ગયા પણ એમને છોકરાને જે કહ્યું હતું એ વિશે વિચારે ચડ્યા.છોકરાની લાગણી દુભાવ્ચ્યાનો પસ્તાવો થયો.છોકરાને કઈક લેવું હશે એટલે એણે રૂપિયા માંગ્યા હશે.
પછી મનનો ભાર હળવો કરવા પિતા દિકરા ની રૂમ માં ગયાને પૂછ્યું, "બેટા સુઈ ગયો?"
અર્ધી ઊંઘ માં છોકરાએ જવાબ આપ્યો:"નાં પપ્પા,કેમ?"
"લે આ રુ-૫૦ તારે જોઈતા'તાને?પિતાએ કહ્યું.
"થેંક્સ,પપ્પા" આનંદમાં આવી ગયેલા છોકરાએ પછી એના ઓશિકા નીચે હાથ નાખી થોડા રૂપિયા કાઢ્યા અને પિતાને કહ્યું;"હવે મારી પાસે પુરતા રૂપિયા થઈ ગયા રૂ- ૧૦૦.
દીકરા સામે એકીટશે જોઈ રહેલા પિતાને દીકરાનું કહેવું સમજાયું નહી.
"પપ્પા,લો આ ૧૦૦ રૂપિયા એના બદલામાં મને તમારો એક કલાક આપોને"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો